03-માર્ચ-2020 – મંગળવાર. પરેશગોસ્વામી
ગુજરાત ના વાતાવરણ મા ખગોળ વિજ્ઞાન ના અનુમાન મુજબ પરેશ ગોસ્વામી (ખગોળ શાસ્ત્રી) ના જણાવ્યા મુજબ વર્ષ 2020 મા ઉનાળો મધ્યમ રહેશે માર્ચ મહિનામાં કોઈ ગરમીના મોટા રાઉન્ડ ની સંભાવના નથી છેલ્લા બે વર્ષ ની વાત કરીએ તો 2018 મા હિટવેવ ના 7 રાઉન્ડ જોવા મળ્યા હતા અને 2019 મા ઉનાળા દરમિયાન હિટવેવ ના 8 રાઉન્ડ જોવા મળેલ પરંતુ
ચાલુ વર્ષે 2020 માં હિટવેવ ના માત્ર 5 રાઉન્ડ જોવા મળશે અને તે પણ 15 એપ્રિલ થી 30 એપ્રિલ મા 2 રાઉન્ડ આવશે અને મેં મહિના મા 3 રાઉન્ડ હિટવેવ ના જોવા મળશે માટે આ વર્ષ નો ઉનાળો સાધારણ રહે તેવી આગાહી કરતા પરેશ ગોસ્વામી જણાવે છે કે આ વર્ષે નેઋત્ય નું ચોમાસુ કેરળમા તેના નિર્ધારિત સમયે 3 જૂને પહોંચી જશે પણ તેને આગળ વધવામા આંતરિક રેખાઓ અવરોધ બનશે જેને કારણે મુંબઈ આસપાસ ચોમાસું ફસાય અને ગુજરાત મા ચોમાસું મોડું પડે અને નેઋત્ય નું ચોમાસું કેરળ થી મુંબઈ પોહચે તે દરમિયાન અરબી સમુદ્રમાં 14 થી 15 જૂને એક કમજોર સાઈકલોન નીકળશે જેને કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ ભાગો માં સામાન્ય વરસાદ જોવા મળશે અને તે પછી નેઋત્ય નું ચોમાસું મુંબઈ થી આગળ વધશે અને 25 થી 30 જૂન આસપાસ ગુજરાત મા કાયદેસર વિધિવત ચોમાસાની શરૂવાત થશે એટલે ટુક માં સમજીયે તો આ વર્ષે ઉનાળો માધ્યમ રહેશે અને ચોમાસું ગુજરાત મા મોડું આવશે જેની નોંધ લેવી