ગાજવીજ અને પવન સાથે ગુજરાત મા વરસાદ ની આગાહી પરેશ ગોસ્વામી દ્વારા ઘણા સમય પહેલા જ કરવા મા આવી હતી કે ૧૪ જૂન થી ૧૮ જૂન દરમિયાન મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો મા વરસાદ વરસી શકે છે જેમા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમા ભારે વરસાદ થવાની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્ર ના દરિયા કિનારે ના ભાગોમા સારો અને અમુક વિસ્તારમા હળવો વરસાદ પડે
એવી જ રીતે આજે ૧૪ જૂન છે અને આગાહી ના પ્રથમ દિવસ થી મધ્ય ગુજરાતમાં તથા દક્ષિણ ગુજરાતમા સારો વરસાદ જોવા મળ્યો છે અને સૌરાષ્ટ્રમાં પણ આજે વરસાદ ની શરૂવાત થઈ છે પણ આજે હજી પગેલો દિવસ છે અને હજી ૧૮ જૂન સુધી વરસાદ ની આગાહી છે માટે ૧૮ જૂન સુધી મા ઘણા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસી શકે છે અને આ રાઉન્ડ જે વિસ્તાર બાકી રહી જાય અથવા ઓછો વરસાદ થાય તે વિસ્તારમાં ફરી બીજા રાઉન્ડમાં એટલે કે ૧૫ થી ૩૦ જૂન દરમિયાન સારો વરસાદ થશે અને ૨૫ થી ૩૦ જૂન મા સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થાય તેવી પરેશ ગોસ્વામી ખગોળ શાસ્ત્રી દ્વારા આગાહી કરવામા આવેલ છે

અને હાલ ખાસ દરેક ગુજરાતી લોકો ને જણાવાનુકે હાલ જે વરસાદ ૧૮ જૂન સુધી થશે તેમાં પરેશ ગોસ્વામી ના જણાવ્યા મુજબ ગાજવીજ નું પ્રમાણ વધુ જોવા મળશે અને સાથે પવન પણ હશે અને હાલ ની વરસાદી સિસ્ટમ તોફાની હોવાથી ઘણી જગ્યાએ વીજળી પડવાની શક્યતા છે માટે ખાસ ધ્યાન રાખવું જ્યારે પણ વરસાદ ચાલુ હોય ત્યારે ખુલી જગ્યા મા ના રહેવું અને લીલાજાળ નીચે બિલકુલ ના ઉભા રહેવું કારણ કે લીલાજાળ ઉપર વીજળી પડવાની શક્યતા વધુ હોય છે અને હાલ તોફાની વરસાદ હોવાથી પવન નું પ્રમાણ વધારે હોય માટે જાળ નીચે ઉભવામાં જોખમ વધી જાય છે
બાકી દરેક ખેડૂતો ને ખાસ જણાવવાનું કે જે વિસ્તારમાં સારો વરસાદ થયો હોય તે વિસ્તાર ના ખેડૂતો એ વાવણી કરી દેવી આવનાર સમય મા પણ સારા વરસાદ થશે અને વર્ષ સારું થશે માટે ચિંતા ના કરવી વધુ માહિતી આવનાર સમયમા આપના સુધી પોહચડતા રહેસુ
લી પરેશ ગોસ્વામી
ખગોળ શાસ્ત્રી

Newsletter Subscribe

Get the Latest Posts & Articles in Your Email

[mc4wp_form id="517"]

We Promise Not to Send Spam:)